પ્રિયભૂતપૂર્વવિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ……..
દરેક સંસ્થાનો ભવ્ય વારસો હોય છે, હીરામણિ સંસ્થાનો વારસો તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. હીરામણિ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ પુરા વિશ્વમાં પોતાના કાર્ય દ્વારા માતૃસંસ્થાની સુવાસ પ્રસરાવી રહ્યા છે. આનાથી ભવ્ય બીજું શું હોય સંસ્થા આપના પ્રત્યે ખુબ ગૌરવની લાગણી અનુભવે છે.
“જરૂરિયાત અને જવાબદારી વચ્ચે પોતાના વીતેલા કાળને (વિદ્યાર્થી જીવન) ને વાગોળી ને જીવાતી ક્ષણોનો સરવાળો એટલે જિંદગી.”
હીરામણિ શાળા હંમેશા પોતાની છત્રછાયામાં કેળવાયેલ વિદ્યાર્થીની સતત કાળજી લેતી રહી છે.આપની માતૃસંસ્થાએટલે કે હીરામણિ શાળા‘ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન’ દ્વારા આપના ગુરૂજનો તેમજ સહાધ્યાયી મિત્રો સાથે સંબંધને જોડી રાખવાનો એક સેતુ બનાવી રહી છે, તેમજ આપની સફળતાને પ્રોત્સાહિત કરવા તથા વર્તમાન વિદ્યાર્થીઓ આપની પરિશ્રમગાથા માંથી પ્રેરણા મેળવે અને આપના શાળાજીવનના ભૂતકાળને તરોતાજા કરવાના હેતુથી આ સંગઠનની રચના થવા જઈ રહી છે.માતૃસંસ્થાની આ પહેલને આનંદ,ઉત્સાહ અને ઉમંગથી વધાવી તેમાં આપની સહભાગીતા નોંધાવીએ.
આપશ્રીને આ સાથે www.hiramanischools.org વેબસાઈટ ઓપન કરી OLD STUDANTS ASSOCIATION લીંક ઓપન કરી ફોર્મ સબમીટ કરવાનું રહેશે. આપશ્રી વહેલી તકે આ ફોર્મ સબમીટ કરી સંસ્થાના આ કાર્યને પ્રોત્સાહિત કરશોજી.
ડૉ.ગુજન શાહ
આચાર્યશ્રી
હીરામણિ શાળા
(ગુજરાતી માધ્યમ)
|